દહેગામ સેવાસદન ખાતે દહેગામ તાલુકા સંકલનની બેઠક યોજાઇ હતી. ધારાસભ્યની અધ્યક્ષતામાં યોજવામાં આવેલી બેઠકમાં અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી અને લોકોના અટવાયેલા પ્રશ્નોનો ઝડપી અને સકારાત્મક ઉકેલ લાવો તેમજ વિકાસના કામમાં કોઇ પણ ઢીલાશ ચલાવી લેવામાં આવશે નહી એમ ઉપસ્થિત વિવિધ વિભાગોના અધિકારીઓને ટકોર કરી જરૂરી સુચનાઓ કરવામાં આવી હતી. વિકિાસના કામોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.
દહેગામ મામલતદાર કચેરી ખાતે તાલુકા સંકલન સમિતીની બેઠક શનિવારે યોજવામાં આવી હતી. જેમાં વિવિધ વિભાગોના અધિકારીઓને જરુરી સુચનાઓ આપવામાં આવી હતી. દહેગામ શહેર તથા ગામડાના વિકાસના કામોમાં રફ્તાર લાવવા તેમજ લોકોના અટવાયેલા પ્રશ્નોનો ઝડપી અને સકારાત્મક ઉકેલ લાવવા કહ્યું હતુ. તાલુકાના તેમજ શહેરના રસ્તાઓ, પાણી,વીજળી, આરોગ્ય શિક્ષણ અને શહેરના માથાના દુઃખાવા સમાન ટ્રાફીક મામલે ચર્ચા કરાઈ હતી.
