દહેગામ તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા નવા વર્ષે સ્નેહમિલન કાર્યક્રમ પાલૈયા ખાતે આવેલા નિલકંઠ મહાદેવના મંદિર ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ, સમાજબંધુઓ, સંતો મહંતો અને પ્રદેશ તથા જીલ્લા તાલુકાના ક્ષત્રિય સમાજના હોદ્દેદારોની ઉપસ્થિતી રહી હતી. સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં નવા ક્ષત્રિય સમાજના ભવન નિર્માણ માટે 42 લાખનું દાન આપનારા દાતાઓના સન્માન સાથે તાલુકામાં નવી શૈક્ષણિક આધુનિક લાઇબ્રેરી બનાવાનુ આયોજન કરાયું હતુ. દહેગામ તાલુકા ક્ષત્રિય સભા પ્રમુખ બાબુસિંહ ઝાલા તથા સમુહ લગ્ન સમિતી પ્રમુખ પી.ટી. ઠાકોરે સંચાલન કર્યુ હતુ.
