દહેગામ તાલુકાના લવાડના સંત ગુરુમહારાજ તરીકે જાણીતા શીવુભા મહારાજ દેવલોક પામતા દહેગામ પંથકમાં શોકની લહેર છવાઇ હતી તેમજ સમસ્ત ગ્રામજનો અને શિષ્યોમાં દુઃખની લાગણી પ્રવર્તી હતી. મહારાજની અંતિમયાત્રા સમસ્ત ગ્રામજનો દ્વારા ડીજેના તાલ સાથે વાજતે ગાજતે ગામમાં કાઢવામાં આવી હતી. અંતિમ દર્શન માટે ગ્રામજનો સહીત દુર દુરથી ભક્તો ઉમટી પડયા હતા. લવાડ ભક્ત સેવા સમાજ આશ્રમના ગાદીપતી અને સંત શિવુભા મહારાજનુ દેવદિવાળીના દીવસે સતલોક ગમન થતા તેમના અંતીમ દર્શન માટે શોભાયાત્રા નીકળી હતી. ઠેર-ઠેર ગ્રામજનો દ્વારા સંત પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી અને તેમના દર્શન કરવા ભીડ ઉમટી હતી. અંતીંમયાત્રામાં સમગ્ર ગ્રામજનો અને મહારાજના શિષ્યો ઉમટી પડયા હતા. શીવુભા મહારાજ લવાડ સહીત દહેગામની જનતામાં તેમના સાદગીભર્યા જીવનથી તથા આધ્યાત્મિક વિચારોથી લોકપ્રિય હતા. દુઃખી હ્યદયે લોકોએ મહારાજને અંતીમ વિદાય આપી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો