દહેગામ પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે ખાનગીમાં બાતમી મળી હતી કે દહેગામના વ્રજગોપી બંગલોઝથી મરડીયા ફાર્મ જતા રોડ ઉપર આવેલી ગૌચ રની ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો ભેગા મળીને હારજીતનો પાનાપત્તાનો જુગાર રમાડવામાં આવે છે અને હાલ રમી રહ્યા હોવાની પાકી બાતમી મળ તા પોલીસે ઉપરોક્ત સ્થળે તાત્કાલીક રેડ કરી હતી. સ્થળ પર જુગાર રમતા છ ઇસમો પૈકી બે ઇસમોને કોર્ડન કરીને રંગેહાથ પકડી પાડયા હતા. જ્યાર ચાર જણા ભાગવામાં સફળ રહ્યા હતા. ઝડપાયેલા
ઇસમોના નામ પુછતા ક્રિશ ઉર્ફે સન્ની જગદીશભાઇ દેવીપુજક (દેવીપુજકવાસ) તથા વિકાશ શૈલેષભાઇ દેવિપુજક ( રેલ્વે ફાટક પાસે) હોવાનુ જણાવ્યુ હતુ. પોલીસે પકડેલા ઇસમોના કબજામાંથી કુલ 10050ની રોકડ રકમ કબજે કરીને તમામ સામે જુગારધારા મુજબ ગુનો નોંધ્યો હતો. સ્થળ પરથી ફરાર આરોપીઓના નામ ટીનાભાઇ બળદેવભાઇ દેવિપુજક, વિશાલ શૈલેષભાઇ દેવીપુજક, મુરલી મારવાડી તથા કિશન મારવાડી (તમામ રહે. દહેગામ) હોવાનુ જાણવા મળ્યુ હતુ.
