દહેગામના ખાનપુરમાં ભુરી તળાવ ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જે માટે હાથમતી ગુહાઇ યોજનામાંથી તળાવમાં પાણી છોડવાનો પ્રારંભ કરવામા આવ્યો હતો. ખાનપુરાના ગ્રામજનો અને ખેડુતોને તળાવ ભરાવાથી સિંચાઇ અને પશુપાલનનો હવે કાયમી લાભ મળતો થશે. તળાવ પાણીથી છલોછલ ભરાઇ રહેવાથી હરીયાળુ બનશે, આસપાસમાં પાણીના તળ ઉંચા આવશે. ખાનપુરમાં હાથમતી ગુહાઇ પાઇપલાઇનમાંથી તળાવમાં પાણી છોડવાનો પ્રારંભ દહેગામ ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણના હસ્તે કરાયો હતો. પાઇપલાઇનમાંથી પાણી છોડાયું ત્યારે ગ્રામજનો ઉમટી પડયા હતા અને કંકુ છાંટણા કરીને પાણીને વધાવી લેવાયું હતુ. દહેગામના તળાવોને હાથમતી સિંચાઇ ગુહાઇ યોજના સાથે લીંક કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં ખાનપુરમાં લીંકિંગ કરાતા તળાવમાં પાણીની શરૂઆત કરી દેવામાં આવી છે. તાલુકા પંચાયત સદસ્યો, જિલ્લા પંચાયત સદસ્ય ભરતસિંહ, તાલુકા ભાજપ પ્રમુખ કેતન પટેલ, ખાનપુરના ગૌતમ પટેલ સહીતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: