દહેગામથી નરોડા જતા હાઇવે પર આવેલ નર્મદા મુખ્ય કેનાલ પર આવેલા રાયપુર બ્રિજનો એક તરફનો ભાગ જર્જરીત અને તુટી પડયા બાદ તેનુ મરામત કાર્ય ચાલુ છે અને આખરી તબક્કામાં છે.


બ્રીજના એક તરફના બે સ્પાન તુટી પડયા હતા. જે પૈકી હાલમાં એક સ્પાનનુ કાર્ય પૂર્ણ થયુ છે. બીજા સ્પાન (ગાળા) નુ મરામત કાર્ય જાન્યુઆરીના અંત સુધીમાં પૂરું થવાની સંભાવનાઓ છે. હાલ રાયપુર બ્રિજ તમામ વાહનો માટે સદંતર બંધ કરાયો છે અને કલેક્ટરનું જાહેરનામુ આગામી 10મી માર્ચ સુધી અમલમાં હોવાની વિગતો છે. રાયપુર બ્રિજના સ્પાન તૂટી પડયા બાદ છેલ્લા ચાર મહિનાથી મરામત કાર્ય ચાલી રહ્યુ છે. પાણીમાં નાવડીઓ ઉતારીને કાર્ય કરાયુ છે. કલેક્ટર દ્વારા ગત સપ્ટેમ્બરમાં રાયપુર બ્રિજને જર્જરીત અને જોખમી જાહેર કરાયો હતો. જે અંતર્ગત બ્રિજ પરનો તમામ વાહન વ્યવહાર બંને તરફનો સદંતર બંધ કરાયો હતો અને તમામ વાહનોને વાયા નેહરું ચોકડીથી ચિલોડા તરફ ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. નાના અને બસો જેવા વાહનોને દહેગામથી નરોડા તરફ જવા માટે જલુન્દ્રા બ્રિજ તરફ ડાયવર્જન આપવામાં આવ્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: