દાહોદ શહેર વિસ્તારમાં દાહોદ શહેરના મધ્યમાં ગુજરાતી માધ્યમની પહેલી સરકારી હાઇસ્કુલ દાહોદ સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત બનાવવામાં આવી છે. જ્યાં વિદ્યાર્થીઓધોરણ 1 થી ધોરણ 12 સુધીનું ક્રમશઃ વિના મુલ્યે શિક્ષણ મેળવી શકશે. આ તાલુકા શાળા તાલુકા પંચાયત સામે, સીટી ગ્રાઉન્ડ પાસે બનાવવામાં આવી છે.
અદ્યતન બિલ્ડીંગમાં વિદ્યાર્થીઓ માટે અધ્યતન સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. જેથી કરીને વિદ્યાર્થીઓને અભ્યાસકાળ દરમ્યાન કોઇપણ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે નહી. સુવિધાઓની વાત કરીએ તો, સીસીટીવી કેમેરા, યોગ્ય લાયકાત ધરાવતા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ ગુણવત્તા યુક્ત શિક્ષણ, વિના મુલ્યે પાઠય પુસ્તકો, સમાવેશી શિક્ષણ તેમજ એ સાથે સરકારની વિવિધ યોજનાઓનો સીધો અને ત્વરિત લાભ મળવાપાત્ર થશે. આ તાલુકા શાળામાં વર્ષ 2026-27 માટે પ્રવેશ પ્રક્રિયા પણ શરુ કરી દેવામાં આવી છે.










