રેન્જ ડીઆઇજીપી વિધિ ચૌધરીએ દાહોદ જિલ્લાની વાર્ષિક તપાસણી કરી હતી. આ કાર્યક્રમ અંતર્ગત તેમણે દાહોદ જિલ્લા પોલીસની વિવિધ શાખાઓ, કચેરીઓ અને પોલીસ હેડક્વાર્ટરની મુલાકાત લીધી હતી.તેમજ સારી કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પ્રશંસાપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. દાહોદ ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન માં આવેલા ડીઆઇજીપી ચૌધરીએ તાલીમાર્થી કોન્સ્ટેબલો સાથે મુલાકાત કરી હતી. તેમણે તાલીમ સંબંધિત જરૂરી માર્ગદર્શન અને સૂચનોઆપ્યા હતા.
આ ઉપરાંત, તેમણે સ્થાનિક આગેવાનો અને પદાધિકારીઓ સાથે પણ મુલાકાત કરીને જિલ્લાના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર 150થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પ્રશંસાપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ સન્માન દ્વારા તેમને ભવિષ્યમાં વધુસારી કામગીરી કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું.
