રાજ્યભરમાં SIR (Special Electoral Roll Revision) અને BLO (Booth Level Officer) ની કામગીરીના અતિશય દબાણ અંગે શિક્ષકોમાં રોષ વ્યાપેલો છે, ત્યારે દાહોદમાં આ દબાણનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. દાહોદના એક પ્રાથમિક શાળાના શિક્ષકની ફરજ દરમિયાન તબિયત લથડી હતી, જેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
BLOની કામ કરતા શિક્ષકની તબિયત લથડી
મળતી માહિતી મુજબ, દાહોદની સાદેડા વર્ગ પ્રાથમિક શાળાના શિક્ષક અને BLO ની કામગીરી કરતા ડામોર બચુભાઈ પાર્સિંગભાઈની સ્કૂલમાં અચાનક તબિયત બગડી હતી અને તેઓ લથડી પડ્યા હતા. પ્રાથમિક અનુમાન મુજબ, ચૂંટણી વિભાગની BLO કામગીરીના માનસસિક દબાણ અને સતત કામગીરીના કારણે તેમની તબિયત લથડી હોવાનું માનવામાં આવી રહ્યું છે. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી તેમને સારવાર અર્થે રીધમ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.










