ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ(ASI),વડોદરા મંડળ દ્વારા વિશ્વ ધરોહર સપ્તાહના ઉદ્ઘાટન સમારોહ ડભોઈના ઐતિહાસિક હીરા દ્વાર (હીરા ભાગોળ)ના પ્રાંગણમાં યોજાયો હતો. વિશ્વ ધરોહર સપ્તાહ એ પ્રતિવર્ષ ઉજવાતોએક વિશેષ કાર્યક્રમ છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય માનવજાતના સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસાના સંરક્ષણના મહત્વ અંગે જનજાગૃતિ લાવવાનો છે. આ સપ્તાહ આપણને ઐતિહાસિક સ્મારકો, પુરાતત્વીય સ્થળો, સ્થાપત્ય કલા, કલાત્મક વારસો અને પ્રાકૃતિક સ્થળોને ઓળખવાની તથા તેનું મહત્વ સમજવાની તક પૂરી પાડે છે. કારણ કે આ તમામ ધરોહરો માનવ સભ્યતાનો સહિયારો વારસો છે. જે પ્રસંગે ડભોઈના મામલતદાર પ્રવીણ જોશી, ના. મામલતદાર હિતેશ રાણા, ન.પા. ચીફ્ ઓફ્સિર વિરાજ શાહ તથા ડભોઇPIરાજવીરસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં પ્રાચીન દર્ભાવતી નગરીના ઇતિહાસ, કલા અને સ્થાપત્ય વિશે માહિતી આપતી એક માર્ગદર્શક પુસ્તિકાનું વિમોચન કરાયું હતું. ડભોઈના વિવિધ જૂના અને નવા ચિત્રો પર આધારિત પ્રદર્શન યોજાયું હતું. મુખ્ય અતિથિ અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના અધિકારીઓએ યુવાનોને પોતાના સાંસ્કૃતિક વારસાને જાણવા, સમજવા, તેનું સન્માન કરવા અને તેના પર ગર્વ લેવા માટે પ્રેરિત કર્યા હતા. જેનું આયોજન ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ, વડોદરા મંડળના અધિક્ષક પુરાતત્વવિદ્ ડૉ. શુભ મજુમદારના માર્ગદર્શન હેઠળ સહાયક અધિક્ષક પુરાતત્વવિદ્ દિનેશ મીના, સહાયક પુરાતત્વવિદ્ ડૉ. ફાલ્ગુની કાટકર, લાલાભાઈ તથા અન્ય કર્મચારીઓ દ્વારા કરાયું હતું. જે અવસરે વડોદરા ઉત્ખનન શાખાના અધિક્ષક પુરાતત્વવિદ્ ડૉ. રેશ્મા સાવંત, નાયબ અધિક્ષક પુરાતત્વવિદ્ તથા રસાયણ શાખાના વડા સુમિત કુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો