દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં તાલુકા તથા જિલ્લા પંચાયતની બેઠકો માટે યોજાયેલી ચૂંટણી બાદ આજે મતગણતરી પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. કુલ 18 તાલુકા પંચાયત બેઠકો માટે 48 ઉમેદવારો અને ત્રણ જિલ્લા પંચાયત બેઠકો માટે 11 ઉમેદવારો વચ્ચે કટોકટીભર્યો જંગ ના પરિણામો સવારથી જ શરૂ પરિણામો શરૂ થતા કઈ ખુશી કંઈ ગમ નો માહોલ જોવા મળ્યો હતો સિંગવડ તાલુકા પંચાયતની 18માંથી 15 બેઠકો ભાજપના ફળે ગઈ હતી, જ્યારે ત્રણ બેઠકો આમ આદમી પાર્ટીએ જીત મેલાવતા સિંગવડ માં આમ આદમી પાર્ટી એ ખાતું ખોલાવ્યું હતું . વાલાગોટા, મેથાણ અને સુડીયા જિલ્લા પંચાયતની ત્રણેય બેઠકો પર પણ ભાજપે કબજે લઈ ભવ્ય જીત હાંસલ કરી પોતાનો દબદબો યથાવત રાખ્યો છે.પરિણામ જાહેર થતાં તાલુકાભરમાં ભાજપ અને આમ આદમી પાર્ટી ના સમર્થકોમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. તાલુકા પંચાયતની ભાજપની જીતેલી બેઠકોમાં પીપળીયા, વાલાગોટા, છાપરવડ, મછેલાઈ, મેથાણ,પહાડ, પતંગડી, સરજુમી,નાની સંજેલી, સિંગવડ, સુડીયા સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. જ્યારે આમ આદમી પાર્ટીને મંડેર,તારમી અને સિંગાપુર બેઠકોમાં જીત મળી હતી. જિલ્લા પંચાયતની સુડીયા, વાલાગોટા અને મેથાણ બેઠકો પણ ભાજપના ફળે જતા પાર્ટીએ પોતાની જીતનો સિલસિલો જાળવી રાખ્યો છે. નોંધનીય છે કે ગત ટર્મમાં AAP પાસે માત્ર એક બેઠક હતી, જ્યારે આ વખતે ત્રણ બેઠકો જીત મેળવી છે.

Rajkot: નામાંકિત બ્રાન્ડના ઓઠા હેઠળ ગ્રાહકોને પીરસાઈ રહ્યું હતું 'ધીમું ઝેર', રોગચાળો ફાટી નીકળવાના ડરે તંત્ર આકરા પાણીએ









