સિંગવડ તાલુકા પંચાયતના નવા ચૂંટાયેલા પ્રમુખ અને ઉપપ્રમુખે આજે બપોરે 12:15 કલાકે પૂજન વિધિ સાથે વિધિવત પદભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે દાહોદના જશવંતસિંહ ભાભોર સહિત ભાજપના આગેવાનો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી. તાજેતરમાં યોજાયેલી તાલુકા પંચાયતની ચૂંટણીમાં સિંગવડ તાલુકા પંચાયતમાં ભાજપને બહુમતી મળી હતી. જે બાદ પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે મહિલા પ્રતિનિધિઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. જેમાં પ્રમુખ પદે નિર્મળાબેન નરવતભાઈ ભાભોર તથા ઉપપ્રમુખ તરીકે નિરાલીબેન અમિત બારીયાની વરણી કરાઈ હતી.


આ બંને પદાધિકારીઓએ આજે વિધિવત પૂજન-અર્ચન કરી ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે લીમખેડાના ધારાસભ્ય શૈલેશ ભાભોર, પૂર્વ ચેરમેન એન.ડી. પટેલ, સિંગવડ તાલુકા ભાજપ પ્રમુખ મહેશ પટેલ સહિત અનેક આગેવાનો અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: