દેવગઢબારીયા શહેરમાં વન વિભાગ દાહોદ દ્વારા દર વર્ષે અલગ અલગ યોજનાઓ હેઠળ વૃક્ષોનું વાવેતર કરાય છે. વૃક્ષો વાવવાએ પર્યાવરણ અને માનવ જાત માટે ખુબ જ આવશ્યક છે. દેવગઢબારીયામાં માનસરોવર, બળિયાદેવ મંદિર, જૂના પોલીસ સ્ટેશન પાસે કૃષિ શાળાની સામે, ટાવર શેરી, ચંદન તલાવડી પાસે સેંકડોની સંખ્યામાં ટ્રી-ગાર્ડ સાથે વૃક્ષો વાવ્યા છે. પરંતુ ત્યાર બાદ જરૂરી માવજત લેવામાં ન આવતા અનેક સ્થળોએ વૃક્ષો મુરઝાઇ ગયા છે. ટ્રી-ગાર્ડ તુટી ગયા છે.


હાલમાં ઉનાળાની ભયંકર ગરમીમાં પાણીની ખુબજ જરૂરિયાત છે પાણી વગર વૃક્ષો સુકાઈ જશે. તુટી ગયેલા ટ્રી-ગાર્ડને રીપેર કરવામાં નહીં આવે તો ચોમાસામાં પવન તથા વરસાદને કારણે પણ છોડને નુકશાન થશે. કેટલાક સ્થળે વૃક્ષો ઊંચા થઈ ગયા છે. તેની આસપાસ તારની ફેન્સિંગ કરવી જરૂરી જણાય છે નહિ તો રખડતા પશુ ટ્રી-ગાર્ડ તોડી નાખશે.

માન સરોવર પર રોપેલા 50 જેટલા વૃક્ષો હાલમાં મૃતઃપ્રાય હાલતમાં જોવા મળે છે. ટ્રી-ગાર્ડ તૂટી ગયા છે. ગામમાં કોઈ કેટલીક સ્વૈચ્છિક સામાજિક સંસ્થાઓ પોતાના સ્વ-ખર્ચે છોડની માવજત માટેના પ્રયત્નો કરીને છોડને બચાવી રહી છે. જો વનવિભાગ આવી સામાજિક સંસ્થાઓ ને માવજત માટેની જવાબદારી સોંપે તો દેવગઢબારીયા શહેર લીલુંછમ બની શકે તેમ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: