દુધિયા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે જન સંપર્ક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સાંસદ જશવંતસિંહ ભાભોરે દુધિયા ખાતે પ્રવાસન વિભાગ દ્વારા અંદાજે 7 કરોડના ખર્ચે બની રહેલા તળાવના બ્યુટીફીકેશન સ્થળની મુલાકાત કરી કોન્ટ્રાકટરને ગુણવતાયુક્ત તથા ઝડપી કામગીરી સૂચન કર્યું હતું તથા વૃક્ષારોપણ કર્યું હતું. ગામનાં પ્રતિષ્ઠિત ગોપાલભાઈ શાહની મુલાકાત કરી હતી. તાલુકા પ્રમુખ નરવતભાઈ ડાંગી, સરપંચ, રમેશભાઈ ગારી, નીરવ શાહ, કનુભાઈ પ્રજાપતિ જોડાયા હતાં.

નળ સે જળ યોજનાના મુખ્ય કૉન્ટ્રાક્ટરની ગોધરાથી ધરપકડ કરાઈ, કુલ 37 ઝડપાયા









