દાહોદ શહેરમાં આજે જૈન સમાજના બે ગુરુ ભગવંતોનું ઐતિહાસિક મિલન સ્ટેશન રોડ જૈન નસીયાજીના પ્રાંગણમાં ખૂબ જ હર્સોલ્લાસ સાથે મોટી સંખ્યામાં શ્રાદ્ધાળુઓની ઉપસ્થિતિમાં યોજાયું હતું.


પૂજ્ય પ્રાકૃત આચાર્ય ચતુર્થ પટ્ટાધીશ આચાર્યશ્રી 108 સુનિલ સાગરજી મહારાજ અને પૂજ્ય અંતર્મના આચાર્ય શ્રી 108 પ્રસન્ન સાગરજી મહારાજ આજે સવારે પદયાત્રા વિહાર કરી અને શહેરના સ્ટેશન રોડ શેઠજીની નસીયાજી ખાતે પહોંચ્યા હતા. જ્યાં સમાજ દ્વારા બનાવાયેલા વિશાળ સ્ટેજ ઉપર સવારના 7:30 કલાકે ખૂબ જ હર્ષોલ્લાસભેર બંને ગુરુ ભગવંતોનું મિલન થયું હતું. બંને ગુરુ ભગવંતો એકબીજાને ગળે મળ્યા હતા, આ ઐતિહાસિક પ્રસંગે વિવિધ વેશભૂષામાં સજ્જ લોકો અને બેન્ડવાજાના સથવારે અદભુત વાતાવરણ ઉભુ થયું હતું.

બંને ગુરુભગવંતોના મિલનની ક્ષણોને લોકોએ તેમના મોબાઈલમાં કેદ કરી હતી. આ પ્રસંગે શહેરના જૈન સમાજ સહિત મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. બંને ગુરુ ભગવંતો સહિત સંઘ અને શહેરીજનો શોભાયાત્રામાં જોડાયા હતા. શોભાયાત્રા શહેરના રાજમાર્ગો ઉપર ફરી અને મહાવીર શેરી પુષ્પદંત નિલય પહોંચ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: