રાજ્ય સરકારની જન કલ્યાણલક્ષી યોજનાઓનો લાભ વધુમાં વધુ નાગરિકો સુધી પહોંચે તેમજ આરોગ્ય સેવાઓ લોકોના દ્વાર સુધી પહોંચાડવાના હેતુથી સંજેલી તાલુકાના હિરોળા ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ હતી.


શિબિર દરમિયાન તાલુકા પંચાયત પ્રમુખ મહેદીપ પલાસના હસ્તે લાભાર્થીઓને PMJAY(આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) કાર્ડનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, જીલ્લા પંચાયત સભ્ય ભૂપેન્દ્રભાઈ, તાલુકા પંચાયત સભ્યો, પાર્ટી પ્રમુખ સુરેશભાઈ, સરપંચો, સીડીપીઓ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત નાગરિકોને યોજનાઓના લાભ, પાત્રતા અને અરજી પ્રક્રિયા અંગે વિસ્તૃત માહિતી અપાઈ હતી. સ્થળ પર જ લાભાર્થીઓના દસ્તાવેજોની ચકાસણી કરી વિવિધ યોજનાઓ હેઠળ નોંધણીની કામગીરી હાથ ધરાઈ હતી. શિબિરમાં ઉપસ્થિત નાગરિકોએ આરોગ્ય સેવાઓ અને વિવિધ સરકારી યોજનાઓનો લાભ લઈ સંતોષ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફ્સિર, ગામના આગેવાનો, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, આશા બહેનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: