દાહોદ રેલવે સ્ટેશન ખાતે લિફ્ટ સુવિધા સાથે બની રહેલા નવા ફૂટ ઓવર બ્રિજના નિર્માણ કાર્યને લઈને આજે રેલવે તંત્ર દ્વારા બપોરે 1:45 વાગ્યાથી સાંજે 4:45 વાગ્યા સુધી 3 કલાકનો વિશેષ બ્લોક લેવામાં આવ્યો હતો.
આ નવનિર્મિત દરમિયાન ફૂટ ઓવર બ્રિજ પર ગર્ડર લોન્ચિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં પ્લેટફેર્મ નંબર 2, 3 અને 4 વચ્ચે બહારથી મંગાવવામાં આવેલી મહાકાય ક્રેનની મદદથી કુલ 12 ગર્ડર લોન્ચ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ત્રણ કલાકના બ્લોક દરમિયાન ત્રણ ગર્ડર સફ્ળતાપૂર્વક લોન્ચ કરાયા હતાં. હવે બાકીની ગર્ડર આગામી સમયમાં બ્લોક લઈ પૂર્ણ કરવામાં આવશે.










