દેવગઢબારીઆ : દેવગઢબારીઆ તાલુકાનાં પીપલોદ ગામની ભૂત ફ્ળીયા પ્રાથમિક શાળા ખાતે જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત અને ડાયટ દાહોદ આયોજિત બાલ વાટિકા થી ધોરણ 8 વિદ્યાર્થી ઓના બાળમેળો અને બાળકોમાં સામાજિક ભાવનાનો વિકાસ થાય, શોભ સંકોચ દૂર થાય, એકાગ્રતા વધે જેવા હેતુને ધ્યાનમાં રાખી સ્કિલ બાળ મેળો યોજાયો હતો. બાલવાટિકા થી ધોરણ - 5ના વિદ્યાર્થીઓના બાળ મેળામાં શિક્ષકોના માર્ગદર્શનમાં મેંહદી હરિફઇ, માટીમાંથી રમકડા બનાવવા, કાગળમાંથી વિવિધ નમૂના બનાવવા, વિવિધ પ્રકારના ચિત્રકામ, ફૂગ્ગા હરીફઈ તથા અન્ય પ્રવૃત્તિઓમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જ્યારે ધોરણ છ થી આઠના બાળકોના લાઈફ્ સ્કીલ બાળમેળોમાં કુકર રીપેરીંગ, સાયકલનો પંચર બનાવવું, સાયકલ રીપેરીંગ, માટીના રમકડા બનાવવા, તોરણ બનાવવા વિવિધ પોસ્ટર બનાવવા સહિતની પ્રવૃત્તિઓ કરાવાઈ હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો