સંજેલી : દાહોદ જિલ્લાના સંજેલી ખાતે આવેલી ધી સંજેલી અર્બન કો ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીની બૉંડ ઓફ ડિરેક્ટરની ચૂંટણી ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં યોજાઈ હતી. જેમાં 12 સભ્ય અને 2 બેઠકો મહિલા અનામત બેઠક માટે 4 બહેનોએ ઉમેદવારી કરી હતી. જેમાં 1 ઉમેદવાર વચ્ચે ભારે રસાકસી વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. જેમાં પુરુષ બેઠકમાં બૉંડ ઓફ ડિરેક્ટરમાં 12 ઉમેદવારમાંથી 9ની પેનલનો ભવ્ય વિજય થયો હતો. જયારે મહિલા અનામત બેઠક પરથી 4 બહેનોએ ઉમેદવારી કરી હતી. જેમાં શીતલબેન જયેશ કુમાર ધોકા અને લક્ષ્મીબેન દિલીપસિંહ ચૌહાણનો ભવ્ય વિજય થયો હતો. આખા દિવસ ચાલેલી ચૂંટણી પ્રક્રિયા બાદ રાત્રે 8 વાગે સત્તાવાર ચૂંટણી અધિકારી મહેન્દ્ર શર્મા, નિસાર મોરવાળા અને સ્ટાફ મિત્રોએ પરિણામ જાહેર કર્યા હતા. બેન્કના સભાસદ ભાઈ બહેનોએ શાંતિ પૂર્ણ રીતે મતદાન કર્યું હતું. તેમનો આભાર વ્યક્ત કરાયો હતો. વિજેતા ઉમેદવારોનું વિજય સરઘસ પોલીસ બંદોબસ્ત સાથે સંજેલી નગરમાં ફટાકડા ફોડી ડીજે વગાડી ઉત્સાહભેર ફર્યું હતું.

Somnathમાં ફૂડ પોઈઝનિંગ મામલે ટ્રસ્ટની લાલ આંખ, 'શિવશક્તિ રેસ્ટોરન્ટ' તાકીદે સીલ









