દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં અવારનવાર સાપો નીકળવાની તેમજ અજગર જોવા મળતા હોવાના સમાચારો સામે આવતા હોય છે ત્યારે વધુ એક અજગર જોવા મળ્યો હોવાનું સામે આવ્યું હતું.


ગરબાડા તાલુકાના પાંદડી ગામે ખેતરમાં અજગર જોવા મળતા ભયનો માહોલ સર્જાયો હતો ત્યારે એક જાગૃત નાગરિકે ઓલ એનિમલ રેસ્ક્યુ ટિમના રાજુભાઈ ડામોરને ખેતરમાં વિશાળ અજગર હોવાને ટેલીફોનિક જાણ કરી હતી. જાણ થતાજ ઓલ એનિમલ રેસ્ક્યુ ટિમના રાજુભાઈ ડામોર તાત્કાલિક તેમના સાથી મિત્ર સાથે પાંદડી ગામે દોડી ગયા હતા. અને ખેતરમાં પહોંચી અજગરને પકડવાની કયાવત હાથ ધરી હતી. અજગર ખેતરમાં ખાડામાં ભરાઈ જતા તેને બહાર કાઢવો મુશ્કેલ બન્યો હતો. જેથી JCBની મદદ લેવામાં આવી હતી અને ખેતરમાં JCB થી મોટો ખાડો ખોદી 9 ફૂટ લાંબા અને 14 કિલો વજન ઘરાવતા વિશાળ અજગરને ભારે જહેમત બાદ સાવચેતી પૂર્વક પકડી બહાર કાઢયો હતો. અને અજગરનું રેસ્ક્યુ કરી સલામત રીતે જંગલ વિસ્તારમાં મુક્ત કર્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: