36 મહિનામાં અને 18 કરોડના અંદાજીત ખર્ચ થકી તૈયાર થયેલ દાહોદ શહેરની તાલુકા કુમાર અને કન્યા શાળા પ્રોજેક્ટ દાહોદમાં વિકાસની પરિભાષાને વાચા આપી રહ્યો છે.
આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ દાહોદ શહેરમાં આધુનિક અને સર્વ-સુવિધાસભર શૈક્ષણિક માળખાનું નિર્માણ કરીને વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે ઉત્તમ વાતાવરણ પ્રદાન કરવાનો છે. દાહોદ શહેરની વચ્ચોવચ્ચ તૈયાર થયેલ તાલુકા કુમાર અને કન્યા શાળા પ્રોજેક્ટની વાત કરીએ તો, દાહોદ શહેરના તેમજ આસપાસના વિદ્યાર્થીઓ માટે આ શાળા એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે. દાહોદના વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ શૌક્ષણિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહેલ છે, જે પ્રાથમિકથી લઈને ઉચ્ચતર માધ્યમિક સ્તર સુધીના શિક્ષણ માટે જરૂરી તમામ આધુનિક સુવિધાઓ પૂરી પાડે છે. શાળામાં વિદ્યાર્થીઓ માટે વિશાળ વર્ગખંડો, આધુનિક ફર્નિચર, સ્વચ્છ પીવાના પાણીની વ્યવસ્થા, સુરક્ષા વ્યવસ્થા, સ્વચ્છતા સુવિધાઓ અને અન્ય જરૂરી શૈક્ષણિક માળખું ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. તાલુકા કુમાર અને કન્યા શાળાએ જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત શાળા હોઈ બાળકોને પ્રવેશ વિના મૂલ્યે અપાય છે. પાઠયપુસ્તકો વિના મૂલ્યે સરકાર તરફ્થી આપવામાં આવે છે તથા બાળકોને ગણવેશ માટે શિષ્યવૃતિ પણ આપવામાં આવે છે, આમ, બાલવાટિકા થી ધોરણ 8 તેમજ ધોરણ 9 થી ઊચ્ચતર માધ્યમિક શાળાનો કાર્યખંડ શરૂ કરી દીધો છે. આ શાળા સર્વ-સુવિધાઓથી સરભર એવી અને બાળકો-વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જરૂરી વાતાવરણ ઉભું કરે એવી શાળા છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ, સર્વાંગી વિકાસ અને ભવિષ્ય માટે વધુ સારી તકો ઉપલબ્ધ કરાવવાનો છે.આ પ્રોજેક્ટ 36 મહિનાના સમયગાળામાં પૂર્ણ કરવામાં આવ્યો છે અને તેનો કુલ ખર્ચ આશરે રૂ. 18 કરોડ છે, જેમાં 2 વર્ષના સંચાલન અને જાળવણી (Operation & Maintenance) નો સમાવેશ થાય છે.- શાળાનું માળખું એવી રીતે વિકસાવવામાં આવ્યું છે કે જેમાં પ્રાથમિક શિક્ષણથી લઈને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધીની સુવિધા એક જ સંકુલમાં ઉપલબ્ધથાય










