દાહોદમાં આવતીકાલે ભગવાન જગન્નાથજીની 19 મી રથયાત્રા નીકળશે. દાહોદમાં રથયાત્રાને લઈને ભાવિકોમાં પણ ઉત્તેજના જોવા મળી રહી છે. પ્રભુનગર ચર્ચાએ નીકળશે ત્યારે ચારે કોર આધ્યાત્મિકતાનું આવરણ સર્જાશે.
દાહોદ શહેરમાં 2008 થી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનોશુભારંભ કરવામાં આવ્યો હતો ત્યાર પછી દર વર્ષે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે આ વખત પણ પરંપરિક રીતે 19 મી રથયાત્રા ની તૈયારીઓને આખરી ઓપ. અપાઈ રહ્યા છે. રથયાત્રા અષાઢી બીજ ગુરુવારે સવારે 8:30 કલાકે હનુમાન બજાર સ્થિત રણછોડરાયજી મંદિરેથી નીકળશે તે સમયે સૌથી પહેલા મહાનુભવોના હસ્તે પહિદ વિધિ કરવામાં આવશે જેમાં ચાંદીની સાવરણીથી રસ્તાની સફઈ કરવામાં આવશે. રથયાત્રા તેના નિયત રૂટ પર નીકળશે જ્યાં ઠેર ઠેર તેનું સ્વાગત કરવામાં આવશે રણછોડરાયજી મંદિરે થઈને બહારપુરા, નેતાજી બજાર થી ભગવાન જગન્નાથ ભાતા બાલ ભદ્ર અને બહેન સુભદ્રાજી નો વિસામો સોનીવાડ કૃષ્ણ મંદિરે કરશે અને મહાપ્રસાદી બાદ ગોવિંદ નગર, માણેકચોક, નહેરુબાગ જનતા ચોક ,એમજી રોડ ,થી રથયાત્રા પરત ફરશે રથયાત્રાના સ્વાગત માટે ઠેર ઠેર હોર્ડિંગ્સ લગાવી દેવાયા છે. તો રથયાત્રા ના રૂટ ઉપર સેવાભાવીઓ દ્વારા અલ્પાહાર ઠંડા પીણા તેમજ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. વિવિધ સમાજ અને સંગઠનો દ્વારા રથયાત્રાનું સ્વાગત કરાશે. તેમજ 300 કિલો જાંબુ અને 250 કિલો મગની પ્રસાદીનો વિતરણ કરાશે. આજે દાહોદ સહિત લીમખેડા ઝાલોદ તેમજ અન્ય તાલુકા મથકે રથયાત્રા નીકળશે. જિલ્લામાં રથયાત્રા નિમિત્તે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
