ગત તા.26મીએ યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દેવગઢબારીઆ તાલુકા પંચાયતની 28 અને જિ.પંચાયતની છ બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં આજે દેવગઢબારીઆ મોડેલ સ્કૂલ ખાતે હાથ ધરાયેલી મતગણતરીમાં બપોર સુધીમાં તમામ બેઠકોના પરિણામો જાહેર થઈ ગયા હતા. જેમાં તાલુકા પંચાયતની કુલ 28 બેઠક અને જિલ્લા પંચાયતની છ બેઠક ઉપર ભાજપાનો જંગી બહુમતીથી વિજય થયો હતો. કોંગ્રેસના ગઢ ગણાતા દેવગઢબારીઆ લગભગ છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપાનો ગઢ બન્યું છે. કોંગ્રેસના કેટલાય કાર્યકરો ભાજપામાં જોડાઈ ગયા છે. કોંગ્રેસમાં હવે ગણ્યા ગાંઠયા નવા ચહેરાઓ કોંગ્રેસને બેઠી કરવા પ્રયાસ કરી રહ્યા છે, પણ આ ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો છે.

Rajkot: નામાંકિત બ્રાન્ડના ઓઠા હેઠળ ગ્રાહકોને પીરસાઈ રહ્યું હતું 'ધીમું ઝેર', રોગચાળો ફાટી નીકળવાના ડરે તંત્ર આકરા પાણીએ









