સિંગવડ તાલુકાના નાની સંજેલી પ્રાથમિક શાળા ખાતે જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તથા જિલ્લા શિક્ષણ સમિતિ દાહોદના માર્ગદર્શન હેઠળ તાલુકા શિક્ષણ સમિતિ તેમજ બીઆરસી ભવન દ્વારા તાલુકા કક્ષાનો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું. જેને સાંસદ જશવંતસિંહ ભાભોર તેમજ લીમખેડાના ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોરે ખુલ્લું મુક્યું હતું.


કાર્યક્રમમાં વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેમ્પ, સાયન્સ ,ટેકનોલોજી, એન્જિનિયરિંગ, મેથેમેટિક્સ, મુખ્ય વિષય સાથે ટકાઉ ખેતી કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના વિકલ્પો હરિત ઊર્જા, ગ્રીન, એનર્જી વિકસિત અને નવીન ટેકનોલોજી મનોરંજન, ગાણિતિક મોડેલિંગ આરોગ્ય અને સ્વચ્છતા જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન જેવા અનેક વિવિધ વિભાગના પાંચ વિભાગમાં 55 જેટલી શાળાઓના બાળ વૈજ્ઞાનિકોએ કૃતિઓ રજૂ કરી હતી. કાર્યક્રમમાં તા.પં. પ્રમુખ ગોવિંદ વહુનીયા, ડીઈઓ, ડીપીઈઓ, સુરતાનભાઇ કટારા પ્રમુખ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને દેશીગ તડવી હાજર રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: