દાહોદ જિલ્લામાં તાલુકા પંચાયતની કુલ 38 સીટો પર કુલ 234 ઉમેદવારી ફોર્મ ભરાયાં હતાં.ચકાસણીના દિવસે મેન્ડેટ વિનાના અને ડમી ફોર્મ જ રદ થયા હતા.ત્યારે આજે પાંચ અપક્ષ અને આપના બે મળી કુલ 7 ફોર્મ જ પરત લેવાયા હતા. એક પણ બેઠક બિનહરીફ થઈ શકી નથી.
દાહોદ તાલુકા પંચાયતની કુલ 38 બેઠકો માટે કુલ 234 ઉમેદવારી પત્ર ભરાયા હતા.ચકાસણીના દિવસે માત્ર ડમી અને મેન્ડેટ વગરના જ ફોર્મ રદ થતાં બાકી તમામ ફોર્મ માન્ય થયા હતા. તારીખ 15 એપ્રિલના રોજ ઉમેદવારી પરત લેવાનો અંતિમ દિવસ હતો ત્યારે ગલાલીયાવાડ, ઉસરવાણમાંથી બે ફોર્મ મળી રળિયાતી,બાવકા-2 અપક્ષના કુલ 5 ફોર્મ પરત ખેંચાયા હતા.










