દાહોદ : ઈસ્માલ ધર્મના સ્થાપક હજરત મુહમ્મદ પયંગમ્બરહ સાહેબના જન્મ દિવસ હોઈ દાહોદ શહેર સહિત જિલ્લામાં મુસ્લિમ સમાજના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. બુધવારે વહેલી સવારે આતશબાજી કરીને પર્વની ઉજવણી કરાઈ હતી. ત્યાર બાદ મુસ્લિમ બિરાદરો દ્વારા એકબીજાને શુભેચ્છાઓ પણ પાઠવી હતી. દાહોદ શહેરમાં વિવિધ મુસ્લિમ સમાજના વિસ્તારોને રોશની અને ધજા-પતાકાથી શણગારી દેવામાં આવ્યાં હતાં. આજે ભારે ઉમંગ ઉત્સાહથી ઈદે મીલાદુન્નબીની ઉજવણી કરાઈ હતી. શહેરમાં સવારે ઈદ મિલાદનું જુલુસ કસ્બા વિસ્તારમાંથી કાઢવામાં આવ્યું હતું.
