દેવગઢબારીઆ તાલુકા ના અસાયડી ગામે ભૂત ફ્ળીયા માં રહેતા રોહિત વીરસીંગ પટેલ અને નટુભાઈ વીરસીંગ પટેલ બન્ને ભાઈ પોતાના પરિવાર સાથે રહે છે. ગઈકાલ સાંજના સમયે તેઓ સહ પરિવાર જમી પરવારી અને પોતાના ઘરે ઊંઘી ગયા હતા. રાત્રે આશરે નવેક વાગ્યાંના સુમારે ઘરની પાછળનો ભાગ ઓચિંતા કડડભુસ થઈ ને ધરાસયી થતા પરિવાર ના દરેક સભ્યો સફાળા જાગી દોડીને ઘર ની બહાર નીકળી ગયા હતા. ભૂત ફ્ળીયા માં મકાન ઓચિંતા પડી જતા આજુબાજુ ના લોકો પણ રાતે દોડી આવ્યા હતા. મકાન નો પાછળ નો ભાગ ઓચિંતા પડી જતા ઘર માં બાંધેલા પશુઢોર, બકરા અને બળદ નો આબાદ બચાવ થયો હતો. મકાન નો પાછળ નો ભાગ પડી જતા ધીમે ધીમે આગળ નો ભાગ પણ પડવાનું શરૂ થાય તે પહેલા ગ્રામજનો ના સહકાર થી અનાજ તેમજ બીજું સામાન ઘર ની બહાર સહી સલામત રીતે કાઢી લેવામાં આવ્યું હતું.અસાયડી ગામના ભુત ફ્ળિયામાં આવેલ આ મકાનમાં બે ભાઈનો મધ્યમવર્ગીય પરિવાર સાથે રહેતો હતો. ઓચિંતા મકાન પડી જતા પરિવાર માથે ઉપર આભ અને નીચે ધરતી જોવાનો વખત આવ્યો છે.કેમકે મોંઘવારી ના જમાના માં આર્થિક મુશ્કેલી ઓચિંતા આવતા તાત્કાલિક નવું મકાન બનાવવું બન્ને ભાઈઓ માટે અઘરું બન્યું છે. સદનસીબે મકાન ધરાશયના બનાવમાં કોઈ જાનહાની ન થતા પરિવારજનો તેમજ ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.આ મકાન ઓચિંતા કઈ રીતે પડી ગયું તે હજુ કોઈને ખબર નથી. અસાયડી ગામના સરપંચ અને તલાટી ને આ બનાવ અંગે જાણ કરી હોવાનું મકાન માલિક પાસેથી જાણવા મળ્યું છે. આમ દેવગઢબારીઆ તાલુકા ના અસાયડી ગામે ઓચિંતા મકાન ધરાસયી બનતા મકાન માં રહેતા બન્ને પરિવાર હાલ મકાન વિહોણા બનતા સરકાર તરફ્થી સહાય મંજુર કરવામાંઆવે તેવું ગ્રામજનો માંગણી કરી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો