સંજેલી : સંજેલી તાલુકામાં જિલ્લા પ્રોગ્રામ ઓફ્સિર દ્વારા પોષણ માસની આપણી આંગણવાડી આપણી જવાબદારી થીમ આધારિત 5 થીમ (1) પુરતું પ્રોટીન (2) ગરમ ભોજન (3) સમુદાય ભાગીદારી (4) પા પા પગલી (5) માતાનું આરોગ્ય અને સુરક્ષિત ભવિષ્ય વિષય પર વિગતવાર ચર્ચા કરાઈ હતી અને પોષણ શપથ લેવાયા હતા. સુપોષણ સંકલ્પ ગામ માટે ગ્રામ પંચાયત,ICDS અને આરોગ્ય વિભાગ સાથે સામુહિક અભિયાન દ્વારા પોષણ માસની ઊજવણીની વિવિધ પ્રવૃતિઓ માટે માર્ગદર્શન અપાયું હતું. આ નિમિતે વાનગી હરીફાઈ પણ યોજાઈ હતી. પોષણ અંગે જિલ્લા પ્રોગ્રામ ઓફ્સિર ડો સુધીર જોશીએ માર્ગદર્શન આપ્યું હતું.THR અને મિલેટ્સનો ઉપયોગ કરવાના ફાયદાઓ જણાવાયા હતા. આગંણવાડી કાર્યકર બહેનોએ જુદી જુદી વાનગી THR અને મિલેટ્સનો ઉપયોગથી બનાવી ભાગ લીધો હતો. ઘટક કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવેલ બહેનોને ઉપસ્થિત મહેમાનોના હસ્તે પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાયા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો