દેવગઢબારીઆ તાલુકાના બારીઆ અને ગોધરા તાલુકાના દહીકોટ ગામને જોડતાં પાનમ નદી પર રૂા.21.60 કરોડના ખર્ચે બનનારા પુલનું આજે દાહોદના સાંસદના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. દેવગઢબારીઆ તાલુકાના ચેનપુર ગામની પાનમ નદી પર ગોધરા તાલુકાના પણ કેટલાક ગામ આવેલા છે.


ચોમાસા દરમ્યાન નદીમાં પાણીનું વહેણ હોય ત્યારે બંને જિલ્લાના ગામડામાં અવરજવર અઘરું હતું. જેને લઈને સ્થાનિક આગેવાનોએ પૂર્વ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડને અનેક રજુઆતો કરી હતી, જેને ધ્યાનમાં લઈ સરકારે રૂા.21.60 કરોડના ખર્ચે નવીન પૂલની મંજૂરી મળતા આજે દાહોદના સાંસદ જસવંત ભાભોર, દેવગઢબારીઆના ધારાસભ્ય બચુ ખાબડ, મોરવાના ધારાસભ્ય નિમીષાબેન સુથાર, દાહોદ અને પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખો તેમજ ઉપપ્રમુખ અરવિંદાબેન પટેલીયાની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરાયું હતું.

આ પ્રસંગે અગ્રણીઓ સહીત આજુબાજુના ગામોના સરપંચો, તાલુકા અને જિલ્લા પંચાયત સદસ્યો તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતાં. પાનમ નદી ઉપર નવો પૂલ બનવાથી નદીના જમણા કાંઠે આવેલા દેવગઢબારીઆ, ઉચવાણ, ચેનપુર, ડાંગરીયા, રામા, નાથુડી, કાલીયાગોટા વગેરે તથા ડાબા કાંઠાના બિલીયા, અભલોડ, ગામડી, મેધામુવાડી, રાણીપુરા, રાતડીયા વગેરે દાહોદ જિલ્લાના ગામોના લોકોને સીધો લાભ મળશે. બારીઆ દહીકોટ રોડ પર આ બ્રીજ બનાવાઈ રહ્યો છે, જેની કુલ લંબાઈ 7.975 કિ.મી છે. આ બ્રીજ તૈયાર થતાં બંને જિલ્લાના લોકોને 20 થી 25 કિ.મી અંતર ઘટી જશે. સુચિત બ્રીજ બારીઆ અને દહીકોટ ગામને જોડશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: