દાહોદના સેવાભાવી સંગઠન ભોલે ભંડારા પરિવાર દ્વારા પવિત્ર અમરનાથ યાત્રાએ જતાં શ્રાદ્ધાળુઓની નિઃસ્વાર્થ સેવાના 25 વર્ષ પૂર્ણ થયા છે. નિમિત્તે, સંસ્થા દ્વારા એકત્ર કરાયેલી ખાદ્ય સામગ્રી અને અન્ય જરૂરી ચીજવસ્તુઓ ભરેલી ટ્રકને જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે ભંડારા માટે રવાના કરવામાં આવી હતી.
છેલ્લા અઢી દાયકાથી કાર્યરત ભોલે ભંડારા પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અમરનાથ યાત્રીઓ માટે વિશાળ ભંડારાનું આયોજન કરાયું છે. આ ભંડારા માટે દાહોદના વિવિધ વિસ્તારોમાંથી સેવાભાવી લોકો પાસેથી અનાજ, કરિયાણું, તેલ, મસાલા તેમજ યાત્રીઓ માટે જરૂરી અન્ય ચીજવસ્તુઓ એકત્ર કરવામાં આવી હતી. આ એકત્રિત સામગ્રી પહેલગામ (જમ્મુ-કાશ્મીર) ખાતે પહોંચાડવામાં આવશે. ત્યાં પવિત્ર ગુફ તરફ્ જતા શિવભક્તો માટે નિઃશુલ્ક ભોજન અને આશ્રાયની વ્યવસ્થા કરવામાં આવશે.










