08
વારાણસી થી વડનગર સુધી યોજાયેલી બાઇક રેલીનું દાહોદ જિલ્લામાં ઉમંગભેર આગમન થતાં સ્વાગત કાર્યક્રમો યોજાયા હતા. ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલા ઝાલોદ તાલુકાના ઠુઠી કંકાસીયા ગામે રાજ્યકક્ષાના મંત્રી રમેશભાઈ કટારા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

ઠુઠી કંકાસીયા બોર્ડર પરથી આગળ વધીને યાત્રા છાંછિયા ગામે પહોંચી હતી, જ્યાં ગ્રામજનો દ્વારા યાત્રાને ઉષ્માભેર વધાવી લેવામાં આવી હતી. ત્યારબાદ મહુડી ગામે ગ્રામજનો દ્વારા પુષ્પવર્ષા કરીને બાઇક રેલીનું સ્વાગત કરાયું હતું. ઝાલોદ શહેરમાં પ્રવેશતાની સાથે જ વાળાકતાલ હનુમાનજી મંદિર ખાતે સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ તેમજ હનુમાનજીની પૂજા-આરતીનો કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત, યાત્રા દરમિયાન ઝાલોદ નગરમાં ભગવાન બિરસા મુંડા, બાબા સાહેબ આંબેડકર, સરદાર વલ્લભભાઈ પટેલ તેમજ ઝાલા વસૈયાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાસુમન પાઠવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત ઝાલોદ બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ પ્રસંગે સાંસદ જશવંતસિંહ ભાભોર, ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા, ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર, જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા,નાયબ પોલીસ અધિક્ષક ડી.આર.પટેલ, પ્રાંત અધિકારી એ.કે.ભાટિયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી , ,મામલતદાર તાલુકા વિકાસ અધિકારી ,અગ્રણી સ્નેહલ ધરિયા, શંકર આમલીયાર સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ, પદાધિકારીઓ તથા સ્થાનિક અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો