દુધિયા : ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ તથા જનજાતીય ગૌરવ દિવસ નિમિત્તે લીમખેડા તાલુકામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દુધિયા ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના હસ્તે અનાવરણ કરાયું હતું. લીમખેડા ખાતે જનજાતીય ગૌરવ સપ્તાહ અંતર્ગત હસતેશ્વર મેદાનમાં જનજાતીય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, દાહોદ જિલ્લાના સાંસદ જશવંતસિંહ ભાભોર, લીમખેડાના ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર, દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ, દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલભાઈ ધરીયા, જિલ્લા પંચાયતના સભ્યો, લીમખેડા તાલુકા પંચાયતના પ્રમુખ નરવત ડાંગી સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભગવાન બિરસા મુંડાના યોગદાનને યાદ કરાયું હતું.
