સિંગવડ : દાસા પ્રાથિમક શાળામાં આજરોજ ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ માટે બાળમેળો યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વ્યવસાયલક્ષી અને પ્રાયોગિક જ્ઞાન મળે તે હેતુથી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરાયું હતું. વિદ્યાર્થીઓને મહેંદી સ્પર્ધા, રંગોળી બનાવવી, ટાયરનું પંચર કરવું સહિતની વિવિધ પ્રવૃત્તિઓનું પ્રત્યક્ષ નિદર્શન કરાવ્યું હતું. વિદ્યાર્થીઓને વિવિધ વ્યવસાયલક્ષી કૌશલ્યો અંગે સમજ આપી હતી તેમજ જાતે પ્રવૃત્તિ કરી તેનો પ્રત્યક્ષ અનુભવ મેળવવાની તક અપાઈ હતી. વિદ્યાર્થીઓએ આનંદ-ઉલ્લાસ સાથે વિવિધ પ્રવૃત્તિઓમાં જોડાઈ વ્યવસાયલક્ષી શિક્ષણનો પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો હતો. આચાર્ય સતિષભાઈ સંગાડા વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતાં.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો