ગરબાડા : ગરબાડા તાલુકાના ગાંગરડી ગામે ગાંધી ચોક ખાતે આવેલ એગ્રી બિઝનેસ સેન્ટર ખાતે ખેડૂતો પાસેથી યુરિયા ખાતરની બેગ માટે રૂા.300 વસૂલવામાં આવી રહ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. યુરિયા ખાતરની બેગ પર છાપેલી કિંમત રૂા.266 છે, તેમ છતાં ખેડૂતો પાસેથી કુલ રૂા.300 લેવામાં આવી રહ્યા છે. ખાસ વાત એ છે કે યુરિયાની બેગ સાથે આશરે રૂા.20 કિંમતનુંઅન્ય ખાતરનું નાનું પડીકું પણ આપવામાં આવે છે. ખેડૂતોને આ પડીકું ન લેવું હોય તો પણ ક્ષ્છુટ્ટા રૂપિયા નથીખ્ તેમ કહીને તેને સાથે જ આપવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે. આ રીતે યુરિયાની બેગ સાથે કુલ રૂા.300ની વસૂલાત કરવામાં આવી રહી છે. હાલ ખેતીની સિઝનમાં ખેડૂતોને યુરિયા ખાતરની ખાસ જરૂરિયાત હોવાથી ખાતર મેળવવા માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે. ત્યારે જરૂરિયાતના સમયે ખેડૂતો પાસેથી નિર્ધારિત કિંમત કરતાં વધુ રકમ લેવામાં આવતાં ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. ખેડૂત મનુભાઈ તેરસિંગભાઈ, ભરસડાએ જણાવ્યું હતું કે, ક્ષ્ખાતરની છાપેલી કિંમત રૂા.266 છે, જ્યારે આ એગ્રો ઉપરથી વધારે રૂપિયા લેવામાં આવે છે અને રૂા.20ના અન્ય ખાતરનું નાનું પડીકું આપવામાં આવે છે. કુલ રૂા.300 વસૂલવામાં આવે છે. સમગ્ર મામલે સંબંધિત કૃષિ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ખેડૂતોમાં માંગ ઉઠી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો