સંજેલી : સંજેલી તાલુકાની નાળ ફ્ળીયા વર્ગ પિછોડા પ્રાથમિક શાળામાં નવી શિક્ષણનીતિની ભલામણ મુજબના 10 બેગલેસ દિવસ અંતર્ગત ધોરણ 1 થી 5 માટે તા.7 ઑગસ્ટના રોજ બાળમેળા અને ધોરણ 6 થી 8 માટે તા.8 ઑગસ્ટના રોજ લાઈફ્ સ્કીલ (વ્યવસાયિક હસ્તકલા) મેળો યોજાયો હતો. બાળકોમાં સર્જનાત્મક કૌશલ્ય અને મૌલિકતાનો વિકાસ થાય તેમજ સમુહભાવના વિકસે એ માટે રંગોળી, ચિત્ર, મહેંદી સ્પર્ધા તથા ચીટક -કામ અને છાપ-કામ જેવી પ્રવૃતિઓ કરાવાઈ હતી. લાઈફ્-સ્કીલ મેળા માટે બાળકોમાં જીવનમાં જરૂરી કૌશલ્ય કેળવે એવી કૌશલ્ય વર્ધક પ્રવૃતિઓ કરવામાં આવી હતી. અંતમાં શાળાના આ.શિ. મહેન્દ્રભાઈ બારીઆ અને જગદીશ ભાઈ રાઠોડે જીવનમાં જરૂરી કૌશલ્યના (વ્યવસાયિક હસ્તકલા) મહત્વ વિશે બાળકોને માહિતી આપી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો