દુધિયા : લીમખેડા તાલુકાના ઢઢેલા કલસ્ટરની ઢઢેલા મુખ્ય પ્રાથમિક શાળામાં બાળ સંસદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધોરણ 3 થી 8 સુધીના તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓએ મતદાર તરીકે મતદાન કર્યું હતું, જ્યારે ધોરણ 5 થી 8ના કુલ 8 વિદ્યાર્થીઓ ઉમેદવાર તરીકે મેદાને હતા. બાલ સંસદમાં રાવત નિલેશ નિનામા 64 મત અને નિનામા સેજલ એમ.17 મત મળ્યા હતા.વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજીને ઉજવણી કરી હતી. વિજેતા ઉમેદવારે તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આચાર્ય તેમજ શિક્ષકોની દેખરેખ હેઠળ યોજાયેલ કાર્યક્રમમાં પિરામલ ફાઉન્ડેશનના ગગનભાઈ અને ઈકબાલભાઈએ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો