પશ્ચિમ રેલવેના રતલામ મંડળ દ્વારા વર્ષ 2025 દરમિયાન આંતરમાળખાકીય વિકાસના અનેક કીર્તિમાન સ્થાપિત કરવામાં આવ્યા છે. જેમાં દાહોદ જિલ્લા માટે સૌથી મહત્વના સમાચાર એ છે કે, મહત્વાકાંક્ષી દાહોદ-ઈન્દોર નવી બ્રોડગેજ રેલ લાઈન પ્રોજેક્ટ હેઠળ દાહોદથી કતવારા વચ્ચેના 11.30 કિમીના રૂટનું કમિશનિંગ સફ્ળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવી છે.
આ નવી રેલ ટ્રેનોના સંચાલનને ઝડપી અને લાઈન આદિવાસી અને ગ્રામીણ વિસ્તારોના આર્થિક વિકાસ માટે પાયાનો પથ્થર સાબિત થશે. રેલવેની સુરક્ષામાં વધારો કરવા માટે અત્યાધુનિક ક્કકવચક્ર (ટ્રેન ટક્કર નિરોધક પ્રણાલી) હેઠળ નાગદા-ગોધરા ખંડમાં 232.9 કિ.મી સુધીનું લોકો ટ્રાયલ સફ્ળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. આ પ્રણાલી અમલમાં આવવાથી ટ્રેનો વચ્ચે થતી સંભવિત અથડામણ અટકાવી શકાશે અને સલામત બનાવવા માટે દાહોદ નજીકના મંગલમહુડી સેક્શનમાં ઓટમેટિક બ્લોક સિગ્નલિંગ પ્રણાલી કાર્યરત કરવામાં આવી છે. આ ઉપરાંત, લીમખેડા સ્ટેશન પર જૂની પેનલ ઇન્ટરલોકિંગને હટાવીને અત્યાધુનિક ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમ સ્થાપિત કરાઈ છે. જે ટેકનિકલ ખામીઓને ઘટાડી ટ્રેનનું ભારણ ઓછું કરવામાં મદદરૂપ થશે. રેલવેમાં જ્યારે કોઈ નવો ત્યારે તેને સીધો જ વપરાશમાં લેવાને બદલે કમિશન કરવામાં આવે છે. આ એક એવી સત્તાવાર પ્રક્રિયા છે. જેમાં રેલવે સેફ્ટી કમિશનર (CRS) દ્વારા પાટાની મજબૂતી, સિગ્નલિંગ અને સુરક્ષાના તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ અને સ્પીડ ટ્રાયલ કરવામાં આવે છે.










