લીમખેડા : વર્તમાન સમયમાં વધતા જતા સાયબર ગુનાઓ અટકાવવા અને વાહન ચાલકોમાં ટ્રાફ્કિ નિયમો પ્રત્યે જાગૃતિ આવે તેવા આશયથી લીમખેડા પોલીસ દ્વારા લીમખેડાની શ્રી હસ્તેશ્વર સ્કૂલ ખાતે સાયબર ક્રાઇમ અને ટ્રાફ્કિ અવેરનેસ અંગેનો સેમિનાર યોજાયો હતો. જેમાં લીમખેડાના પી.એસ.આઈ. ચૌહાણ સહિત પોલીસ સ્ટાફ્ ખાસ ઉપસ્થિત રહ્યો હતો. પોલીસ અધિકારીઓએ વિદ્યાર્થીઓ અને સ્ટાફને સાયબર ફ્રોડથી કેવી રીતે બચવું, સોશિયલ મીડિયાનો સુરક્ષિત ઉપયોગ કેવી રીતે કરવો અને ડિજિટલ યુગમાં કઈ સાવચેતી રાખવી તેની માહિતી આપી હતી. સાથે અકસ્માતો નિવારવા માટે ટ્રાફ્કિના નિયમોનું પાલન કરવા અને હેલ્મેટ તેમજ સીટબેલ્ટના મહત્વ વિશે પણ સમજણ આપી હતી. શ્રી હસ્તેશ્વર સ્કૂલના મંત્રી ભરતભાઈ ભરવાડ અને વિદ્યાર્થીઓએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો