સંજેલીમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણનો સૌથી મોટો પર્દાફાશ થયો છે. મોહમદીયા આંગણવાડી અને ઉર્દુ પ્રાથમિક શાળા પાસે વર્ષોથી ગંદકીના ઢગલા અને ગેરકાયદે દુકાનોનો અડિંગો જામ્યો હતો, જેની આખરે જિલ્લા વિકાસ અધિકારીએ સ્થળ મુલાકાત લઈને પંચાયત તંત્રની પોલ ખોલી નાખી છે.

સંજેલી મોહમદિયા આંગણવાડી કેન્દ્ર ની આસપાસ ઠેર ઠેર ગંદકી અને દબાણોને લઈને વારંવાર જાગૃત નાગરિક દ્વારા તાલુકા જિલ્લા તેમજ ઉચ્ચકક્ષાએ લેખિત રજૂઆત કરવામાં આવી હતી જેને લઈને જિલ્લા વિકાસ અધિકારીએ સ્થળ મુલાકાત લઈ આંગણવાડીની આસપાસ સરકારી જમીન પર કેટલાક ઈસમોએ ગેરકાયદેસર રીતે દુકાનો ઊભી કરી દીધી છે. એટલું જ નહીં,મોજ-મજા માટેના મોટા-મોટા મોલ જેવા હોલ પણ બનાવી દેવામાં આવ્યા છે.આસ પાસ ગંદકીના ઢગલા હોવાથી નાના બાળકોના આરોગ્ય સામે પણ ગંભીર ખતરો ઉભો થયો છે. પંચાયત તંત્રની ઘોર બેદરકારી આટલું મોટું દબાણ ઊભું થયું ત્યાં સુધી સ્થાનિક પંચાયત તંત્ર આંખ આડા કાન કરીને બેસી રહ્યું હતું. આ ગંભીર બેદરકારી જોઈને DDOએ તાત્કાલિક નારાજગી વ્યક્ત કરી હતી. ગેરકાયદે દબાણોને તાત્કાલિક નોટિસ આપી દબાણ દૂર કરો. આંગણવાડી પાસેની ગંદકી તાત્કાલિક સાફ્ કરાવો, મોહમદીયા આંગણવાડી અને ઉર્દુ પ્રાથમિક શાળાની જમીનને બંનેને કમ્બાઈન કરી ફરતે પાકી દિવાલ બનાવી ફરી કોઈ દબાણ ન કરી શકે અને બાળકો માટે ખુલ્લી અને સુરક્ષિત જગ્યા મળી રહે, તેવી વ્યવસ્થા કરવા કડક આદેશ કર્યા હતાં.