દેવગઢબારીઆ તાલુકાના રેબારી ગામ ખાતે ડુંગર ઉપરમાં મુંઢેલ તથા શિવ મંદિર, અંબાજી મંદિર અને વર્ષો પુરાણું એક ઊંડું ભોયરું તેમજ ડુંગરની એક મોટી શીલા ઉપર આવેલી છે, જ્યાં ભીમના પગલાંની છાપ આવેલી છે.જ્યાં પહોંચવા માટેનો પાકો રસ્તો બનાવવા માટે ભક્તો દ્વારા માગ કરાઈ છે.


હિડમ્બા વન તરીકે પ્રખ્યાત અને મહાભારત કાળમાં પાંડવોએ આ દાહોદ વિસ્તારના ગાઢ જંગલોમાં વસવાટ કર્યો હોવાની લોકવાયકા છે. કેટલાય સ્થળે પાંડવો સમયના શિવ મંદિર પણ જંગલમાં આવેલા છે. દેવગઢબારીઆ તાલુકાના રેબારી ગામ ખાતે અસાયડી જતા રોડ નજીક આવેલા ડુંગર ઉપર મુંઢેલ માતાજી અને વાઘેશ્વરી માતાજી, શિવ મંદિર, વાઘની ગુફા અને એક ઊંડું ભોયરું આવેલું છે. રેબારી ગામની જનતાએ લોકફાળા દ્વારા તમામ મંદિરનો જિર્ણોદ્ધાર કરી મૂર્તિ પ્રતિષ્ઠા કરાઈ હતી. તેમજ મંદિર નજીક તેમજ ડુંગર આસપાસ વૃક્ષારોપણ કરી દર્શનાર્થીઓને બેસવા માટે વ્યવસ્થા કરાઈ છે. ડુંગર ઉપર જવા માટે વર્ષો પહેલા એક કેડી હતી. જ્યાં કાચો રસ્તો પણ બનાવી દેવાયો છે. રેબારી સહિત આજુબાજુના ગામોના લોકો અહીં દર્શન માટે આવતા હોય છે. પૂનમના દિવસે ભક્તો મોટીસંખ્યામાં લોકો અહીં આવે છે. જેમના માટે મહાપ્રસાદી પણ કરાય છે.

મહાશિવરાત્રી, જન્માષ્ટમી તેમજ નૂતન વર્ષના દિવસે ભક્તોનો ધસારો રહેતો હોય છે. રસ્તો સાંકડો હોઈ વાહન આવી શકે તેમ નહીં હોઈ દર્શનાર્થી વાહન નીચે મુકી પગપાળા ઉપર આવે છે. સ્થાનિક નેતાઓ દ્વારા પાકો રસ્તો બનાવવા માટે વચન આપ્યા બાદ પણ હજુ સુધી રસ્તો બન્યો નથી, જેના કારણે ચોમાસામાં મંદિરે પહોંચવામાં મુશ્કેલી પડતી હોય છે, જેથી વહેલીતકે રસ્તો બનાવવા માગ કરાઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: