જગદગુરુ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતિ થોડા મહિનાઓ પહેલા દાહોદ પધાર્યા હતા. ત્યારબાદ આજે લીમડી ખાતે ફરીથી તેઓની પધરામણી થતાં સનાતન સમાજમાં આસ્થાની લહેર દોડી ગઈ હતી. મુખ્ય કાર્યક્રમ એચીવર સ્કુલમાં યોજાયો હતો.
જગદગુરૂ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતિ મહારાજે લીમડીમાં પધારતાં સમગ્ર વિસ્તાર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠયો હતો. જગદગુરૂ શંકરાચાર્ય લીમડી ખાતે સર્વધર્મ યાત્રા અંતર્ગત એક વિશાળ સભા યોજાઈ હતી. જેનો મુખ્ય હેતુ સનાતન ધર્મના પ્રચાર- પ્રસાર સાથે સમાજમાં ધાર્મિક જાગૃતિ લાવવાનો હતો. આ પ્રસંગે જગદગુરૂ શંકરાચાર્ય લીમડીની એચીવર સ્કૂલ ખાતે પધાર્યા હતા.સ્કૂલ દ્વારા આજના દિવસે આસપાસના અંદાજે 50 જેટલા પરિવારો અને 100 જેટલા બાળકોને દત્તક લેવાની મહત્વપૂર્ણ પહેલ કરી હતી. સભામાં જગદગુરૂ શંકરાચાર્યએ તેમના પ્રવચનમાં જણાવ્યું કે, જીવનને કેવી રીતે સાર્થક રીતે જીવવું, ધર્મના માર્ગે કેવી રીતે આગળ વધવું તેમજ મોહ-માયાથી પરે રહી આધ્યાત્મિક જીવન જીવવાની માર્ગદર્શિકા આપી. કાર્યક્રમમાં લીમડી તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.










