દાહોદ : દાહોદ જિલ્લાની પ્રતિભાશાળી યુવતી ડો. સિદ્ધિ પ્રજાપતિએ શૈક્ષણિક ક્ષેત્રે મેડિકલ સંલગ્ન ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પણ સરકારી સેવા ક્ષેત્રે સંઘર્ષ કરી સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર, જીપીએસસીમાં શાનદાર સફ્ળતા મેળવી છે.ડો. સિદ્ધિ પ્રજાપતિએ ધોરણ-12 સાયન્સ પ્રવાહમાં ઉત્તીર્ણ કર્યા બાદ તબીબી ક્ષેત્રે બેચલર ઓફ્ ફિઝિયોથેરાપીની ડિગ્રી મેળવી હતી. તબીબી અભ્યાસ પૂર્ણ થયા પછી તેમણે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી શરૂ કરી હતી. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત જુનિયર ક્લાર્ક પરીક્ષા-2023માં સફળતા મેળવી છોટાઉદેપુર જિલ્લામાં જુનિયર ક્લાર્ક તરીકે પ્રથમ સરકારી નોકરી મેળવી હતી. જે સાથે તેમણે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલે કે જીપીએસસીની સ્પર્ધાત્મક અને કઠિન પરીક્ષા માટે અભ્યાસ શરૂ કર્યો. જેની પરીક્ષામાં તેમણે મેરીટ ક્રમાંક 23 જેવું ઉત્કૃષ્ટ સ્થાન મેળવી રાજ્ય જીએસટી વિભાગમાં સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર તરીકે નિયુક્ત થયા છે. આ સિદ્ધિથી તેમના પરિવાર સાથે સમગ્ર પ્રજાપતિ સમાજ અને દાહોદ જિલ્લામાં ગૌરવની લહેર છવાઈ ગઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો