સિંગવડ : વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે શ્રી એસ.આર.ભાભોર આર્ટ્સ કોલેજ ખાતે ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ચિત્ર સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ આદિવાસી સંસ્કૃતિ, પરંપરાગત વેશભૂષા, તહેવારો, ડાંગ નૃત્ય અને પ્રકૃતિ સાથેના આદિવાસી જીવનને પોતાના ચિત્રો દ્વારા દર્શાવ્યું હતું, જ્યારે નિબંધ સ્પર્ધામાં આદિવાસી સમાજનું યોગદાન અને વિકાસ વિષય પર વિદ્યાર્થીઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતાં, વિદ્યાર્થીઓએ આદિવાસી મહાપુરુષોના બલિદાન અને જળ-જંગલ-જમીનના સંરક્ષણ વિશે પણ લખાણ કર્યું. કોલેજના પ્રાધ્યાપકોએ સ્પર્ધાનું નિરીક્ષણ કરી વિજેતાઓની પસંદગી કરી હતી. અંતે પ્રિન્સિપાલના હસ્તે વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાયા હતાં.
