દુધિયા : લીમખેડા તાલુકાની વલુંડી મુખ્ય પ્રાથમિક શાળા તથા સ્વ. આચાર્ય નગીનલાલ ચાવડા ટ્રસ્ટ સંચાલિત ઓર્થો સહાય અને જરૂરિયાતમંદ સેવા કેન્દ્ર, વડોદરાના સંયુક્ત ઉપક્રમે શાળાના વિદ્યાર્થીઓ માટે ચોપડા અને કંપાસ સેટ વિતરણ કરાયું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અરવિંદભાઈ પરમાર, સરપંચ મણીબેન પરમાર, લીમખેડા શૈક્ષિક મહાસંઘના મહામંત્રી હિમાંશુભાઈ પટેલ, ઢઢેલા પે સેન્ટરના આચાર્ય નરેન્દ્રભાઈ પંચાલ, તિથિ ભોજનના દાતા રીતુભાઈ પાલ, વલુંડીના CRC કૉ-ઓ. સુમનભાઈ પટેલ, આચાર્ય મિતેશભાઈ પટેલ તથા SMC અધ્યક્ષ પ્રવીણભાઈ ડામોર ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો