દુધિયા : લીમખેડા તાલુકાના સરજૂમી ગામની વનવાસી માધ્યમિક શાળા ખાતે પ્રગતિના પંથે શાળા કન્યા કેળવણી મહોત્સવ નિમિત્તે ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે ગાંધીનગર ઇન્ટેલિજન્સ બ્યુરોના મહાનિર્દેશક એન.એન. ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત સી.આર.સી. ગામના સરપંચ, તાલુકા સભ્ય તેમજ ગામોના આગેવાનો અને વડીલો હાજર રહ્યા હતાં. કાર્યક્રમ દરમિયાન ધોરણ 9 અને 11 માં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું હતું. સાથે જ SSC અને HSC પરીક્ષામાં તેમજ ધોરણ 9 અને 11 માં ઉત્કૃષ્ટ શૈક્ષણિક સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. શાળાકીય પ્રવૃત્તિઓમાં તાલુકા કક્ષાએ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને પણ અભિનંદન પાઠવી પ્રમાણપત્ર અને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા. આભાર વિધિ આચાર્ય મુકેશભાઈ પટેલે કરી હતી.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: