દેવગઢબારીઆ તાલુકામાં વરસાદના કારણે વડભેટ - સેવનીયા રોડનું ધોવાણ થતા તાકીદે સમારકામ કામગીરી હાથ ધરાઈ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ દેવગઢબારીઆ તાલુકા સહિત જિલ્લા માં હાલમાં ચોમાસાની જમાવટ થઈ ચુકી છે. વરસાદના કારણે ગામડામાં કેટલીક જગ્યાએ રોડ રસ્તાનું ધોવાણ થવાથી વાહનોની અવરજ્વર થવું પણ અઘર બન્યું છે.

માર્ગ અને મકાન પંચાયત વિભાગ દાહોદ અંતર્ગત પેટા વિભાગ દેવગઢબારીઆ વિસ્તારમાં ગત રાત્રિના સતત ભારે વરસાદને કારણે દેવગઢ બારીઆ તાલુકાના વડભેટ - સેવનીયા રોડ નુકસાનગ્રસ્ત થતાં સામાન્ય વાહન વ્યવહાર માટે જોખમી પરિસ્થિતિ ઊભી થઈ હતી. સ્થાનિક આગેવાનો એ આ અંગે જવાબદાર અધિકારીને જાણ કરતા તાત્કાલિક અસર થી જન સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી માર્ગ અને મકાન પંચાયત પેટાવિભાગ, દેવગઢ બારીઆની ટીમ દ્વારા વહેલી સવારના સમયે તાત્કાલિક સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરવામાં આવી હતી. જરૂરી મશીનરી, માનવબળ તથા યોગ્ય સામગ્રીની મદદથી નુકસાનગ્રસ્ત માર્ગનુંસમારકામ કરી માર્ગને વાહનવ્યવહાર માટે સલામત અને અવરોધમુક્ત બનાવવામાં આવ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો