15
દેવગઢબારીઆ તાલુકા સહિત દાહોદ જિલ્લામાં ચોમાસામાં અપૂરતા વરસાદના કારણે મકાઈ, ડાંગર, મગફ્ળી, કપાસ, તુવેર, મગ, અડદ, સોયાબીન સહિતના તમામ પાકો નિષ્ફ્ળ જતા ખેડૂતોને માથે હાથ દેવાનો વારો આવ્યો છે. ત્યારે સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં પાક વિમો જાહેર કરવા માગ કરાઈ છે.
દેવગઢબારીઆ તાલુકામાં ઓછા વરસાદ ના કારણે ગામડાના તળાવો, કુવાઓ અને નદીઓ કોરી જણાય છે. તાલુકામાં વરસાદી ખેતી ઉપર નિર્ભર ખેડૂતો સામાન્ય વરસાદમાં મકાઈ, ડાંગર, સોયાબીન, તુવેર, મગફ્ળી, મગ, અડદ, કપાસ, શણ, બાજરી, જુવાર, બાવટો સહિત અન્ય પાકોની વાવણી કરી હતી. શરૂઆતમાં સારો વરસાદ થયા બાદ ખેડૂતોને ચોમાસુ સારુ જશેની આશા બંધાઈ હતી, પરંતુ ત્યારબાદ વરસાદ ખેંચાઈ ગયો હતો, જેને કારણે ખેડૂતોના પાક નિષ્ફ્ળ જવાની આરે છે. મોંઘા ભાવનું બિયારણ, ખોળ, ખાતર, ખેડાણ અને મજૂરીના નાણાં ચૂકવ્યા બાદ પાક નિષ્ફળ જાય તો ખેડૂતો આર્થિક રીતે દેવામાં ડૂબી જાય તેમ છે. ત્યારે જો પાક નિષ્ફળ જાય તો ધિરાણની રકમ કઈ રીતે ભરપાઈ કરવી તેની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. જેથી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં પાકની સાચી આનાવારી નક્કી કરી પાક વીમો તેમજ ખેત ધિરાણ માફી યોજના જાહેર કરવા માગ કરાઈ છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો