દેવગઢબારીઆ તાલુકાના પીપલોદ - સાલિયા કબીર મંદિર ખાતે કોળી સમાજ રત્ન સન્માન સમારંભ તેમજ નૂતન વર્ષ સ્નેહમિલન દાહોદ જિલ્લા અખિલ ભારતીય કોળી સમાજ તેમજ કોળી કર્મચારી મંડળ દ્વારા જિલ્લામાં કોળી સમાજના તેજસ્વી તારલાઓ તેમજ ભરતી પ્રક્રિયા માં સરકારી નોકરીમાં નિયુક્ત કર્મચારીઓ તેમજ નિવૃત અધિકારીઓ, પદાધિકારી અને કર્મચારીઓ સાથે કોળી સમાજના વરિષ્ઠ પત્રકારો અને કલાકારો નો દાહોદ જિલ્લા ચતૂર્થ સમાજ રત્ન સન્માન અને સમાજનો સ્નેહમિલન કાર્યકમ યોજાયો હતો. ઉદઘાટન દેવગઢબારીઆના ધારાસભ્ય અને કોળી સમાજના વરિષ્ઠ આગેવાન બચુભાઈ ખાબડે દીપ પ્રાગટય કરીને કર્યું હતું. આ પ્રસંગે અખિલ ભારતીય કોળી સમાજ દાહોદ જિલ્લા પ્રમુખ સુરસિંહ ચૌહાણ તથા સમાજ ના મોભી આગેવાનો, આજુબાજુ ના સરપંચ, કોળી સમાજ ના કર્મચારીઓ તેમજ નિવૃત અધિકારીઓ અને સન્માનીય વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કોળી સમાજ રત્ન સન્માન સમારંભના આ કાર્યક્રમમાં તેજસ્વી તારલાઓ ને ઉપસ્થિત આગેવાનો અને સમાજ ના હોદેદારો દ્વવારા શાલ ઓઢાડી સન્માન પત્ર અને ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો