દાહોદ : દાહોદની ગુર્જર ભારતી ટ્રસ્ટ સંચાલિત શ્રીકૃષ્ણ પ્રણામી આર્ટસ કોલેજમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટ ગોપાલભાઈ ધાનકા, પ્રાચાર્ય ડો.પારુલ સિંહ અધ્યાપક ગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડો.પારુલ સિંહે સ્વાગત પ્રવચનમાં કોલેજના નિયમો અને નવા વર્ષમાં પધારેલા વિદ્યાર્થીઓનું સ્વાગત કરી તેમના ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. મેનેજિંગ ટ્રસ્ટી ગોપાલભાઈ ધાનકાનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરાયું હતું. તેમણે વિદ્યાર્થીઓને નિયમિતતા, સમયપાલન અને માતા પિતા, ગામ, સંસ્થા, અને કોલેજ પરિવારનું નામ રોશન કરવા માટેની આશા વ્યક્ત કરી હતી. ગુજરાતીના અધ્યાપક ડો.પર્વત સંગોડ દ્વારા વિદ્યાર્થીઓને તેમના ઉજજવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી. કોલેજના ચાર વિષયના પાંચ - પાંચ વિદ્યાર્થીઓને કંકુ ચોખા, ફૂલ અને ચોકલેટ આપી ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો