દુધિયા : લીમખેડા તાલુકાના ખીરખાઈ ગામે ગ્રામ પંચાયત કચેરી ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે પીરામલ ફાઉન્ડેશનના સહયોગથી વિશેષ ગ્રામસભા યોજાઈ હતી. જેમાં અમારા બાળકો, અમારી જવાબદારીના સંકલ્પ સાથે સમગ્ર ગામને બાળ-મૈત્રીપૂર્ણ બનાવવા અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા. જેમાં આગેવાનો અને ગ્રામજનોએ વૃક્ષારોપણ કર્યું હતું. સભામાં સરપંચ સરતનભાઈ, તલાટી જીગ્નેશભાઈ, તાલુકા સદસ્ય ગણેશકુમાર, સ્વચ્છ ભારત મિશનના ક્લસ્ટર કો-ઓર્ડિનેટર મહેન્દ્રભાઈ તેમજ પીરામલ ફાઉન્ડેશનના પ્રતિનિધિઓ ઇકબાલ, ગગન અને કુણાલજી ભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો